Mundra Road Accident : કચ્છના ભુજના મુન્દ્રા રોડ વચ્ચે કેરા ગામ નજીક ખાનગી ટ્રાવેલ્સની મિની લક્ઝરી બસ અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં 5 લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે 24 લોકોને ઈજાગ્રસ્ત થયા હતા. મળતી માહિતી મુજબ, બપોરના સમયે અકસ્માત થયો હતો. એક કન્ટેનર દ્વારા ઓવરટેક કરવા જતાં મિની બસ સાથે ટકરાયું હતું. જેમાં બસનો આગળનો ભાગ ભાંગીને ભૂકો થઈ ગયો હતો.