Bhuj Accident: ગુજરાતના ભુજમાંથી અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે. ભુજના મુન્દ્રા રોડ વચ્ચે કેરા ગામ નજીક ખાનગી ટ્રાવેલ્સની મિની લક્ઝરી બસ અને ટ્રેલર વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ, બસમાં 40 લોકો સવાર હતાં, જેમાંતી 7 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં છે. આ સિવાય 4 અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. અકસ્માતની ગંભીરતા જોતા મૃત્યુઆંક વધી શકે છે.