34 C
Surat
Reg. License No. 20/22
રવિવાર, ફેબ્રુવારી 23, 2025
34 C
Surat
રવિવાર, ફેબ્રુવારી 23, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતBhavnagar શિક્ષણ સમિતિનું 202.5 કરોડનું બજેટ સર્વાનુમતે મંજૂર કરાયું

Bhavnagar શિક્ષણ સમિતિનું 202.5 કરોડનું બજેટ સર્વાનુમતે મંજૂર કરાયું


ભાવનગર મહાનગરપાલિકા સંચાલિત નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના બજેટની મિટિંગ શિક્ષણ સમિતિ કચેરી નવાપરા ખાતે યોજાઈ હતી. જેમાં આજે આશરે ૨૦૨.૫ કરોડ રૂપિયાની શાળાઓનાં વિકાસ માટે બજેટ સર્વનુંમતે મંજૂર કરાયું હતું. નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેનના અધ્યક્ષ સ્થાને યોજાયેલી શિક્ષણ સમિતિની મિટિંગમાં સભ્યો અને શાસનાધિકારી સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને જેની ચર્ચાઓ બાદ નગરપ્રાથમિક શિક્ષણ સમિતિનાં ચેરમેન નિકુંજ મહેતાનાં અધ્યક્ષ સ્થાનેથી સર્વાનુમતે રૂપિયા ૨૦૨.૫ કરોડના બજેટને મંજૂરી આપી હતી.

રીજીયોનલ સાયન્સ સેનટરની વિનામુલ્યે એક દિવસીય મુલાકાત

ભાવનગર મહાનગરપાલિકા સંચાલિત નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની મિટિંગ આજે શહેરના નવાપરા કચેરી ખાતે યોજાઈ હતી. જેમાં નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૦૨૬નાં અંદાજપત્રની કુલ રકમ રૂ.૨૦૨.૫ કરોડ મંજૂર કરાઈ હતી. જેમાં પ્રથમ વખત પ્રતીભાશાળી બાળકો સાથે માતા-પિતા વગર ના નિરાધાર બાળકોનો શૈક્ષણિક પ્રવાસ, શિયાળુ રમતોત્સવ આ વર્ષે ફરી ચાલુ કરાવી સફળતાપૂર્વક પૂર્ણ કરાયા, સમિતિના પાંચ બાળકોને ૨૦,૦૦૦ લેખે મરણોત્તર સહાય ચુકવવામાં આવેલ, મહાનગરપાલિકાના ૧૮ લાખ જેટલા નાણાંકીય સહયોગથી તમામ શાળાઓના ધોરણ 6 થી 8 ના 11700 જેટલા બાળકોને રીજીયોનલ સાયન્સ સેનટરની વિનામુલ્યે એક દિવસીય મુલાકાત.

શૈક્ષણિક સહાય અર્થે ૨૦ લાખ જેટલી રકમની સહાય

દિવ્યાંગ અને અનાથ બાળકોને શૈક્ષણિક સહાય અર્થે ૨૦ લાખ જેટલી રકમની સહાય, સીદસર પ્રા. શાળામાં કુલ-૧૨ ઓરડા અને અકવાડા પ્રા. શાળામાં કુલ-૧૧ ઓરડાનું બાંધકામ, મહાનગરપાલિકા ભાવનગર દ્વારા કુલસર શાળા નં. ૫૫ માટે જગ્યાઓ ફાળવવામાં આવી, તેમજ પૂર્વની બે શાળાઓ અને પશ્ચિમની બે શાળાઓને મોડલ શાળા બનાવવા માટેનું આયોજન હાથ ધરવામાં આવશે. ૩૧ જેટલી શાળાઓમાં સ્માર્ટ લાયબ્રેરી બનાવી આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. સમિતિની શાળાઓમાં બાળ ક્રીડાંગણ બનાવવા, રમત-ગમતના મેદાન જાળવણી તથા નિભાવ ખર્ચ કરેલ છે. રકમમાં વધારો કરવામાં આવેલ છે તેમજ શાળાઓ માટે રમત-ગમતના સાધનો ઉપલબ્ધ કરાવવાનું આયોજન સહિતના મુદ્દાઓ પર બજેટ મિટિંગમાં ચર્ચા કરવામાં આવી હતી. અને જે ચર્ચાઓ બાદ નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિકુંજ મહેતાના અધ્યક્ષ સ્થાનેથી સર્વાનુમતે રૂપિયા ૨૦૨.૫ કરોડના બજેટને મંજૂરી આપી હતી.

મિટિંગમાં કોંગ્રેસ પક્ષના એક માત્ર સભ્ય પ્રકાશ વાઘાણી દ્વારા વિવિધ મુદ્દાઓ પર વિરોધ દર્શવ્યો હતો

જો કે બજેટ મિટિંગમાં કોંગ્રેસ પક્ષના એક માત્ર સભ્ય પ્રકાશ વાઘાણી દ્વારા વિવિધ મુદ્દાઓ પર વિરોધ દર્શવ્યો હતો. જેમાં હાલ સરકારી શાળાઓ અને શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થઇ રહ્યો છે. જો બજેટ અને સુવિધા હોય તો ઘટાડો શા માટે થઇ રહ્યો છે. તેમજ ખાનગી શાળાઓનો વિકાસ કરવા માટે સરકારી શાળાઓમાં બાળકોને અનેક અસુવિધા હોવાનો આક્ષેપ કરાયો હતો સાથે જ નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની કચેરી બહાર વર્ષોથી કચરા નો પોઇન્ટ બનેલો છે. જેને દૂર કરવામાં ભૂતકાળ અને વર્તમાન ચેરમેન નિષ્ફળ રહ્યા હોવાના પ્રકાશભાઈ દ્વારા આક્ષેપ કરાયા હતા. મહાનગરપાલિકા સંચાલિત નગરપ્રાથમિક શિક્ષણ સમિતીની યોજાયેલી બજેટ મિટિંગમાં નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિકુંજ મહેતા અને શિક્ષણ સમિતિના સભ્યો તેમજ શાસનાધિકારી સહીતનાં અધિકારીઓ અને વિરોધ પક્ષ કોંગ્રેસનાં સભ્ય પ્રકાશ વાઘાણી ઉપસ્થિત રહ્યા હતા.

 



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય