– માઈક્રોસોફ્ટની ક્વોન્ટમ ક્રાંતિ
– માઈક્રોસોફ્ટ ભવિષ્યમાં જટિલ કામો દિવસોના બદલે મિનિટોમાં પુરું કરે તેવું ટોપોલોજિકલ ક્વોન્ટમ કમ્પ્યુટર બનાવશે
નવીદિલ્હી : માઈક્રોસોફ્ટે ક્વોન્ટમ કમ્પ્યુટિંગ ક્ષેત્રે મોટી સફળતા હાંસલ કરી છે, જેણે ‘મજોરાના ૧’ નામનું દુનિયાનું પ્રથમ ટોપોલોજિકલ ક્વોન્ટમ પ્રોસેસર બનાવ્યું છે. આ ઉપકરણ એક નાની ચિપમાં ૧૦ લાખ ‘ક્યુબિટ્સ’ (ક્વોન્ટમ કમ્પ્યુટરનો મુખ્ય ભાગ) ધરાવે છે. આ એક મોટી સિદ્ધિ છે, કારણ કે જેટલા વધારે ક્વબિટ્સ, તેટલું કમ્પ્યુટર વધારે શક્તિશાળી. દૈનિક જીવનમાં વપરાતા સામાન્ય કમ્પ્યુટર અને ક્વોન્ટમ કમ્પ્યુટર વચ્ચે ઘણો મોટો તફાવત છે.