ચાલક ટ્રક લઇ અવાણિયા તરફ નાસી છૂટયો
ભાવનગર પ્રાંત અધિકારીએ પીપળિયા પુલ નજીકથી ટ્રક પકડયો હતો, સર્કલ ઓફિસરને કાર્યવાહી કરવા સૂચના આપી હતી
ભાવનગરછ ઘોઘા મામલતદાર કચેરીમાં સર્કલ ઓફિસર તરીકે ફરજ બજાવતા અધિકારીની ફરજમાં રુકાવટ કરી ગેરકાયદેસર રેતી ભરેલો ટ્રક ભગાડી જઈ શખ્સે જાનથી મારી નાખવાની ધમકી આપતા સર્કલ ઓફિસરે ટ્રકના માલિક અને ચાલક વિરૂદ્ધ ઘોઘા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
આ બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર ભાવનગર પ્રાંત અધિકારી પ્રતિભા દહિયા ગઈકાલે સાંજે ઘોઘા મામલતદાર કચેરીની મુલાકાતે આવતા હતા તે દરમિયાન પીપળીયા પુલથી પાતાલેશ્વર મહાદેવ વચ્ચે રોયલ્ટી પાસ વગર ગેરકાયદેરીતે રેતી ભરેલો ટ્રક નં.જી.