– ભાવનગર મહાપાલિકાની સાધારણ સભામાં 6 ઠરાવ અધ્યક્ષ સ્થાનેથી કરાયા, કુલ 21 ઠરાવને બહાલી
– કંસારા શુધ્ધિકરણના પ્રોજેકટનું કામ 5 વર્ષે પણ પૂર્ણ ન થયુ, કરોડો રૂપિયા નાખ્યા પછી પણ ફાયદો ના થયો, બાવળીયા ઉગી ગયા, મચ્છરનો ત્રાસ યથાવત : કોંગ્રેસ
ભાવનગર : ભાવનગર મહાપાલિકામાં આજે બુધવારે સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યુ હતુ, જેમાં આગામી નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે મિલ્કત વેરાનાં કાર્પેટ એરીયા કર પધ્ધતિનાં બેઝીક દરો યથાવત રાખવા અધ્યક્ષ સ્થાનેથી નિર્ણય કરવામાં આવ્યો હતો. આગામી જાન્યુઆરી-ફેબુ્રઆરી-ર૦ર૬માં મહાપાલિકાની ચૂંટણી છે તેથી શાસક ભાજપે મિલ્કત વેરો વધારવાનું ટાળ્યુ હોવાની ચર્ચા સાંભળવા મળી હતી. કંસારા શુધ્ધિકરણ પ્રોજેકટનું કામ હજુ પણ પૂર્ણ નહીં થતા વિપક્ષ કોંગ્રેસના નગરસેવકોએ સવાલ ઉઠાવ્યા હતાં. મહાપાલિકાની સાધારણ સભામાં કેટલીક બાબતે ભાજપ-કોંગ્રેસના નગરસેવકો વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ હતી.