Keep Keyboard Private: ઇન્ટરનેટની દુનિયામાં પ્રાઇવસી સાચવવી અને મળવી એ કોઈ મિલકતથી ઓછી નથી. સોશિયલ મીડિયા પર હવે કોઈની લાઇફ પ્રાઇવેટ નથી રહી, પરંતુ વાતચીતને પ્રાઇવેટ રાખવી એટલી જ જરૂરી છે. આજે યુઝર્સ જે ટાઇપ કરે છે અને જે બોલે છે એ થોડા જ સમયમાં યુઝર્સને તેની સોશિયલ મીડિયાની ફીડ પર જોવા મળે છે. આ પાછળનું કારણ યુઝર્સ જે કીબોર્ડ પર ટાઇપ કરે છે એ છે. ઘણી વાર એવા રિપોર્ટ પણ બહાર આવ્યા છે કે સોશિયલ મીડિયા દ્વારા યુઝર્સની વાતોને પણ સાંભળવામાં આવે છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની દુનિયામાં હવે યુઝર્સ જે ટાઇપ કરે છે અને જે પૂછે છે એ બધું રેકોર્ડ થાય છે.