– સતત ચોથી વખત ભાજપને સત્તારૂઢ થવા જનાદેશ
– રોડ-રસ્તા, ગટર, સફાઈના પ્રશ્નોને લઈ મતદારોએ રોષ ઠાલવ્યો પણ કમળનું જ બટન દબાવ્યું, વોર્ડ નં.૪માં બેની બદલે ત્રણ મહિલા વિજેતા : વોર્ડ નં.૫માં ભાજપ-કોંગ્રેસે રિ-કાઉન્ટીંગની માંગ પાછી ખેંચી
તળાજા : તળાજા નગરપાલિકામાં સતત ચોથી વખત ભાજપને સત્તારૂઢ થવા જનાદેશ કરાયો છે. જો કે, આ ચૂંટણીમાં કેટલાક વોર્ડ એવા છે કે, જેને ભાજપનો ગઢ મનાતો હતો.