– બન્ને પક્ષે સાસામે લગ્ન કરાયા હતા, બન્ને રિસામણે હોવાની તકરાર કારણભૂત
– પત્ની રીસામણે હોવાની દાઝમાં કરાયેલાં હુમલામાં ગંભીર રીતે ઈજા પામેલાં પિતા-પુત્રને સારવાર અર્થે ભાવનગરની હોસ્પિટલ ખસેડાયા
ભાવનગર : સિહોર તાલુકાના સખવદર ગામમાં રહેતા પિતા-પુત્રને પત્ની રીસામણે હોવાની દાઝ રાખી પાંચ શખ્સે કુહાડી,તલવાર અને લોખંડના પાઇપ વડે હુમલો કરી ઇજા પહોંચાડતા પિતા-પુત્રને સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
બનાવની વિગત એવી છે કે, સિહોર તાલુકાના સખવદર ગામમાં રહેતા અને રામપરા મેલડી માતાજીના મંદિર પાસે દુકાન ધરાવતા કાળુભાઈ અરજણભાઈ ચાવડાના નાનાભાઈ કાનાભાઇના લગ્ન ગામમાં રહેતા રાધિકાબેન વશરામભાઇ કોતર સાથે થયા હતા.અને કાળુભાઈના મોટા બહેન માયાબેનના લગ્ન કાનાભાઇના મામાજી રણજીતભાઇ વશરામભાઇ કુવાડીયા સાથે થયા હતા.