– સિહોર અને ગારિયાધાર નગરપાલિકામાં ‘આપ’ની પ્રથમ વખત એન્ટ્રી
– 3 તાલુકા પંચાયતની 5 બેઠક અને ભાવનગર મહાપાલિકાની એક બેઠકની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના સુપડા સાફ, સોનગઢની બેઠક પણ ગુમાવી : ભાજપને કુલ 7 બેઠકનો વધારો
ભાવનગર : ભાવનગર જિલ્લામાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જનાદેશ જાહેર થઈ ગયો છે. ત્રણ પાલિકામાં ભાજપે બેઠકોના વધારા સાથે સ્પષ્ટ બહુમતીથી પ્રચંડ વિજય મેળવી ભગવો લહેરાવ્યો છે. તો પેટા ચૂંટણીઓમાં કોંગ્રેસના ભૂંડા હાર કરી મનપા અને તાલુકા પંચાયતની છ બેઠક ઉપર કબજો કરી લીધો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપને કુલ સાત બેઠકનો વધારો થયો છે.