IndiaAI Mission in Problem: ઈલોન મસ્ક દ્વારા ગ્રોક 3ને લોન્ચ કરવામાં આવ્યું છે, પરંતુ IndiaAIને લઈને ચિંતાનો વિષય ઊભો થયો છે. ઇન્ડિયન સ્ટાર્ટ-અપ દ્વારા સરકારને લઈને ઘણાં સવાલ કરવામાં આવી રહ્યા છે. IndiaAI મિશન માટે સ્ટાર્ટ-અપ કંપનીઓને જે ટાસ્ક આપવામાં આવ્યો છે એ માટે જૂના અને આઉટડેટેડ ગ્રાફિક્સ પ્રોસેસિંગ યુનિટ (GPU) આપવામાં આવી રહ્યા હોવાની ફરિયાદ કરવામાં આવી રહી છે. એક રિપોર્ટ મુજબ, કેટલાક ક્લાઉડ સર્વિસ પ્રોવાઇડર્સ દ્વારા NVIDIA A100 GPU આપવામાં આવી રહ્યા છે. આ GPUને ગયા વર્ષે ફેબ્રુઆરીમાં જ એન્ડ-ઑફ-લાઇફ જાહેર કરી દેવામાં આવ્યા હતા. એટલે કે હવે આ પ્રોસેસરને બનાવવામાં નહીં આવે અને એનો સપોર્ટ પણ આપવામાં નહીં આવે.