– મ્યુનિ. ફૂડ વિભાગે ગત માસમાં લીધેલા તલના લાડુ, ચીકીના 15 નમૂના પાસ
– ગૃહઉદ્યોગમાંથી લીધેલો સીંગતેલનો નમૂનો પણ સબસ્ટાન્ડર્ડ જાહેર, ટીમે ચાલુ મહિનામાં ખાદ્યપદાર્થના 6 નમૂના લઈ તપાસ માટે લેબ.માં મોકલ્યાં
ભાવનગર : ભાવનગર મહાપાલિકાના ફૂડ વિભાગે અગાઉ લીધેલો મલાઇ પનીરનો નમૂનો સબસ્ટાન્ડર્ડ થતાં કોટ કોર્ટે ઉત્પાદકને પેનલ્ટી ફટકારી છે. ઉપરાંત, ગૃહઉદ્યોગમાંથી લીધેલો સીંગતેલનો નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર કરાયો છે.