– …તો બજુડ ગામના પાટીયા પાસે ગોઝારો અકસ્માત સર્જાયો હોત
– નારી ગામથી ગારિયાધાર જાન જઈ રહી હતી ત્યારે બસની બેટરી સળગવાથી આગ લાગતા નાસભાગ, જાનૈયાનો કિંમતી માલસામાન બળીને ખાક્
ભાવનગર/સિહોર : ભાવનગર નજીકના નારી ગામેથી જાનૈયા ભરેલી ખાનગી ટ્રાવેલ્સ બસ ગારિયાધાર મુકામે જઈ રહી હતી ત્યારે ભાવનગર રાજકોટ હાઈ-વે પર બજૂડ ગામના પાટીયા પાસે આજે સવારના સમયે બસ પહોંચી ત્યારે બેટરીમાં આગ લાગવાના કારણે બસમાં આગ લાગી હતી જે ગણતરીની મિનિટોમાં બસમાં ફેલાઈ જતાં બસ ભડથું થઈ ગઈ હતી.