India in Risk Zone: ભારતનો સમાવેશ ‘રિસ્ક ઝોન’માં કરવામાં આવ્યો છે. કોઈ નવો વાયરસ કે પછી યુદ્ધ નથી થઈ રહ્યું, પરંતુ અવકાશને લઈને પૃથ્વી સંકટમાં છે. એ પણ ખાસ કરીને ઈન્ડિયા અને તેની આસપાસના કેટલાક દેશ. નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (NASA) તેમજ યુરોપિયન સ્પેસ એજન્સી (ESA) દ્વારા એક વોર્નિંગ જાહેર કરવામાં આવી છે. ખૂબ જ મોટો ગ્રહ એટલે કે એસ્ટ્રોઇડ 2024 YR4 પૃથ્વીની ખૂબ જ નજીકથી પસાર થઈ રહ્યો છે. આ ગ્રહ પૃથ્વી સાથે અથડાઈ એવૉ ચાન્સ પહેલા એક ટકા હતો.