– ઉમરાળા પોલીસ મથકમાં ગુનો નોંધાયો
– જામજોધપુરથી ભાવનગર આવી રહેલા ટ્રક ચાલકને ગંભીર ઈજા પહોંચતા મોત થયું
રંઘોળા : રંઘોળા ચોકડી પાસે આજે મોડી રાત્રે બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં જામજોધપુરથી ભાવનગર તરફ આવી રહેલા ટ્રક ચાલકનું મોત થયું છે. બનાવ અંગે ઉમરાળા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.