Blast in Sehore GIDC: ભાવનગર જિલ્લાના સિહોર GIDCમાં આવેલી રોલિંગ મિલમાં અચાનક બ્લાસ્ટ થયો હતો. જેમાં 3 જેટલા શ્રમિકો ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાની માહિતી મળતા જ સ્થાનિક પોલીસ, ફાયર વિભાગ અને એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પ્રાથમિક સારવાર બાદ તમામ ઈજાગ્રસ્ત શ્રમિકોને વધુ સારવાર માટે ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.