– ગોવાથી ટ્રેનમાં વેચાણ માટે દારૂ લાવનાર સામે ધોળા રેલવે પોલીસમાં ગુનો નોંધાયો
– ભાવનગર જિલ્લામાં વિદેશી દારૂ મળી આવ્યાના બે બનાવોમાં કુલ 23 બોટલ પોલીસે જપ્ત કરી
ભાવનગર : ભાવનગર જિલ્લામાં વિદેશી દારૂની કુલ ૨૩ બોટલ ઝડપાઈ છે. જેમાં કોચીવલી-ભાવનગર વિકલી એક્સપ્રેસ ટ્રેનમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા કોચ એટેન્ડરને વિદેશી દારૂની ૨૦ બોટલ સાથે પશ્ચિમ રેલવે રાજકોટ એલસીબી શાખાએ ઝડપી લઈ ધોળા પોલીસ મથકમાં ગુનો નોંધ્યો છે. જ્યારે મહુવાના રૂપાવટી ગામના શખ્સને વિદેશી દારૂની ત્રણ બોટલ સાથે મહુવા રૂલર પોલીસે ઝડપી લઈ ગુનો નોંધ્યો છે.