– ઉઘરાણી કરવા આવેલા શખ્સે માર મારી ધમકી આપી
– સખી મંડળમાંથી રૂા. 20 હજારની લોન લીધી હતી, ઉઘરાણીથી ત્રાસી જતા વાસણાના યુવાને પગલું ભર્યું
ભાવનગર : ધંધૂકાના વાસણા ખાતે રહેતા યુવાને સખી મંડળમાંથી ૨૦ હજાર રૂપિયાની લોન લીધી હતી.લોનની ઉઘરાણી માટે આવેલા શખ્સે ગાળો આપી માર મારી ધમકી આપતા યુવાનને લાગી આવ્યું હતું.અને ઘરના ઉપરના માળે ગાળા ફાંસો ખાવાનો પ્રયાસ કરતા તત્કાલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.