પેટીએમ કંપનીએ ૨૦૧૯માં ભારતમાં યુપીઆઇ દ્વારા પેમેન્ટ સ્વીકારતા નાના-મોટા વેપારીઓની સગવડ માટે યુપીઆઇ સાઉન્ડબોક્સ લોન્ચ કર્યું હતું. ગ્રાહક ક્યૂઆર કોડ સ્કેન કરીને પેમેન્ટ કરે એ સાથે તેનું વોઇસ કન્ફર્મેશન મળે, તેને કારણે વેપારીઓએ દરેક પેમેન્ટ મળ્યું કે નહીં તે તપાસવા માટે પોતાનો ફોન હાથમાં લઇને પેમેન્ટ ચેક કરવાની જરૂર રહી નહીં. આ પછી તો ઘણી બધી યુપીઆઇ કંપનીઓએ પોતપોતાનાં સાઉન્ડબોક્સ લોન્ચ કર્યાં. એ પછી ગયા વર્ષે કંપનીએ એનએફસી આધારિત કાર્ડથી થતા પેમેન્ટ માટે પણ સાઉન્ડબોક્સ લોન્ચ કર્યું.
હવે કંપનીએ પેમેન્ટ સ્વીકારવા માટે વધુ એક સહેલો રસ્તો આપણને આપ્યો છે.