Gujarat Elections : ગુજરાતમાં આગામી 16 ફેબ્રુઆરીએ 66 નગરપાલિકા, 3 તાલુકા પંચાયત અને 1 મહાનગર પાલિકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણી થવાની છે, ત્યારે હવે રાજકીય પક્ષે જાહેરમાં ચૂંટણી પ્રચાર કરી શકશે નહી. જો કે, ઉમેદવારો ડોર ટુ ડોર જઈને મતદાન માટે અપીલ કરી શકશે. જ્યારે મતદાન પૂર્ણ થયા બાદ આગામી 18 ફેબ્રુઆરીના રોજ ચૂંટણીના પરિણામ જાહેર કરવામાં આવશે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણી 16 ફેબ્રુઆરીથી શરૂ
રાજ્યમાં 16 ફેબ્રુઆરીથી સ્થાનિક સ્વરાજની ચૂંટણી થવાની છે.