– ભાવનગર બસ સ્ટેન્ડ પાસેથી દારૂના મોટા જથ્થા સાથે 2 મહિલા ઝડપાઈ
– દાઠા, નિલમબાગ, ભાવનગર રેલવે અને ધંધુકા પોલીસ મથકમાં અલગ-અલગ 7 શખ્સો સામે ગુનો નોધાયો
ભાવનગર : ભાવનગરઅને બોટાદ પંથકમાં દારૂના અલગ-અલગ ચાર બનાવોમાં ૩૦૦થી વધારે ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ પોલીસે કબ્જે લઈ બે મહિલા સહિત કુલ ૭ શખ્સો સામે દાઠા, નિલમબાગ, ભાવનગર રેલવે અને ધંધુકા પોલીસ મથકમાં ગુનો નોંધ્યો છે.
બનાવની પ્રાપ્ત થતી વિગતો પ્રમાણે ભાવનગર લોકલ ક્રાઈમબ્રાંચે બાતમીના આધારે ભાવનગર બસ સ્ટેશન પાસે મેડિકલ કોલેજ તરફ જવાના રસ્તેથી ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ ૩૩૭ બોટલ સાથે રેશમાબેન રોમેશભાઈ પરમાર અને લતાબેન કૈલાશભાઈ પરમાર (બન્ને રહે. આડોડિયાવાસ)ને ઝડપી લઈ નિલમબાગ પોલીસ મથકમાં ગુનો નોંધ્યો હતો.