Nursing Exam Blunder: ગુજરાતમાં છાશવારે પરીક્ષાના પેપર ફૂટવાથી લઈને પરીક્ષામાં થતાં ગોટાળાને લઈને પ્રશ્ન થતાં રહે છે. ત્યારે હવે ફરીથી નર્સિંગની પરીક્ષામાં પણ ગોટાળો સામે આવ્યો છે, જેને લઈને રાજ્યભરમાં વિવાદ થઈ રહ્યો છે. નર્સિંગ પરીક્ષાની આન્સર કીમાં એબીસીડી પ્રમાણે જવાબ ગોઠવાયા હતાં. લોકોનો આરોપ છે કે, ચોક્કસ લોકોને ફાયદો પહોંચાડવા માટે આ પ્રકારનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પરિણામે ગુજરાત ટેક્નિકલ યુનિર્સિટી અને રાજ્ય આરોગ્ય વિભાગ શંકાના ઘેરામાં મૂકાયું છે. આ દરમિયાન જીટીયુએ આ સમગ્ર મામલે રાજ્ય આરોગ્ય વિભાગને એક રિપોર્ટ સુપરત કર્યો છે.