Boomless SuperSonic Flight: અમેરિકાએ એક પરિક્ષણમાં સુપરસોનિક ઝડપે એરક્રાફ્ટને સોનિક બૂમ અવાજ વગર ઉડાવ્યું હતું. ફિઝિક્સના ફિનોમિના મેક કટઓફનો ઉપયોગ કરીને આ સિદ્ધિ મેળવી હતી. XB-1 એરક્રાફ્ટે અવાજનું બેરિયર તોડવામાં ત્રણ વાર સફળતા મેળવી હતી. આ બેરિયર તોડવાના કારણે જમીન પરથી આ અવાજ સાંભળી શકાતો નહોતો. આ પરિક્ષણ 28 જાન્યુઆરીએ કરવામાં આવ્યું હતું.