અંજારમાં દીવાલ નીચે દબાઈ જતાં બાળકીના મોત મામલે ફરિયાદ નોંધાઈ
ગાંધીધામ: અંજાર-આદિપુર હાઇવે પર બાઇક પરથી મહિલા નીચે પડી ગયા હતા. જે દરમિયાન પાછળ આવી રહેલી સરકારી બસનો ટાયર તેમના પર ફરી વળતાં મહિલાનું મોત થયું હતું. તો બીજી તરફ અંજારના ઓમ નગરમાં દીવાલ નીચે દબાઈ જતાં બાળકીનું મોત થયા બાબતે જેસીબી ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ અંગે અંજાર પોલીસ મથકેથી મળતી વિગતો મુજબ મુળ બિહારના હાલે નવી સુંદરપુરીમાં રહેતા અનવર દિલજાન મીયા અને તેમની પત્નિ બાઈક પર જતા હતા, તેઓ અંજાર-આદિપુર રોડ પર આવતા રાધે રિસોર્ટની સામે પસાર થતો હતા ત્યારે સરકારી એસટી બસના ચાલકે પુરઝડપે ગાડી ચલાવી હોઈ તેમના પત્નિ બાઈક પરથી પટકાયા અને તેમના પર બસનું ટાયર ચડી જતા ગંભીર પ્રકારની ઈજાઓ થવાના કારણે મોત થયું હતું.