અંજારમાં પોલીસ પર જ હુમલો કરાયો
હત્યાનો પ્રયાસ અને ફરજ રૂકાવટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો, પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી લીધા
ગાંધીધામ: અંજારમાં બાઇક ચોરીમાં સંડોવાયેલા શખ્સને પકડવા જતાં સમયે મહિલા સહિત એક જ પરિવારના ત્રણ સભ્યોએ પથ્થરો વડે પોલીસ કર્મચારી પર હુમલો કરી નાખ્યો હતો અને પથ્થર વડે ઇજાઓ પહોચાડી હતી. જે બનાવમાં પોલીસે હત્યાની કોશિસ અને ફરજ રૂકાવટ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી હતી. અંજારની સરકારી હોસ્પિટલની પાછળ આરોપીને પકડવા માટે ગયેલી પોલીસ ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો. કાયદેસરની ફરજમાં રૂકાવટ થતા હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાઈ છે.