ઇન્સ્ટા પર વીડિયો અપલોડ કર્યો, મુન્દ્રા સર્કલથી આત્મિય સ્કૂલે ‘ફેરવેલ’માં જતાં ધમાલ
ચાલુ કારે હાથમાં એરગન લહેરાવી ભયનો માહોલ ઉભો કરતાં વીડિયોના આધારે ગુનો નોંધી પાંચની ધરપકડ, ૧૦ કિશોરો સામે કાયદાના સંઘર્ષ બદલ કાર્યવાહીઃ અડધા કરોડની કિંમતની છ કાર કબજે
ગાંધીધામ: ગાંધીધામનાં શિણાય – આદિપુર રોડ પર ૧૦ જેટલી કાર લઇ જાહેર રોડ પર જોખમી રીતે સ્ટંટ કરી યુવાનોએ આખું ગાંધીધામ માથે લીધું હતુ. જેમાં ૧૦ થી વધારે યુવાનોએ સોશિયલ મીડિયામાં ફેમસ થવા હાથમાં પિસ્તોલ જેવી દેખાતી એરગન લઇ જાહેર રસ્તા પર ગાડીની બહાર લટકી અને બેફામ કાર દોડાવી પોતાનું વીડિયો બનાવી ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યો હતો. જે વીડિયો પૂર્વ કચ્છ પોલીસની નજરે ચડતાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. જેમાં પોલીસે ગણતરીનાં કલાકોમાં જાહેર રોડ પર સીનસપાટા મારી પોતાનું અને બીજાનું જીવ જોખમમાં નાખનારા ૧૦ કાયદાનાં સંઘર્ષમાં આવેલા કિશોરો સાથે અન્ય ૫ાંચ શખ્સો સહીત કુલ ૧૫ ઈસમોની ધરપકડ કરી લીધી હતી અને વીડિયોમાં દેખાતી ૬ જેટલી કાર પણ પોતાના કબ્જામાં લઇ તમામ આરોપી વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો.