વહીવટી તંત્રએ દાદ ન આપી, કોર્ટનાં હુકમ બાદ ગુનો નોંધાયો
છાડવાડા સીમના ખેતરમાં 70 વર્ષ જુના વૃક્ષો કાપી નાખ્યા, માટી ચોરી કરી પાંચ લાખનું નુકસાન કરી દબાણ કરી લેવાયું
ગાંધીધામ: વાગડ વિસ્તારમાં વસતા લોકો ધંધા – રોજગાર અર્થે મુંબઈમાં સ્થાયી થયા છે ત્યારે તેઓની કિંમતી જમીનો – મિલકતો પચાવી પાડવા કેટલાક માથાભારે ઈસમો ખેલ કરી જતા હોય છે. જેમાં અવારનવાર વાગડ પટ્ટામાં મૂળ માલિકની જાણ બહાર મિલકત વેચાઈ જતી હોવાની તેમજ મિલકત પર કેટલાક ઈસમો ગેરકાયદે પોતાનું કબ્જો જમાવી લેતા હોવાની કેટલીક ફરિયાદો પોલીસ ચોપડે નોંધાય છે. ત્યારે વધુ એક મુંબઈમાં રહેતા ખેડૂતની જમીન પર માથાભારે શખ્સે દબાણ કરી જુના વૃક્ષો કાપી નાખી સાથે ત્રણ હજાર ટ્રોલી ભરાય એટલી મેટલી માટી ઉસેડી લીધી હતી. જે બાબતે સ્થાનિક પોલીસ, એસ.