ભાવનગર જિલ્લામાં સગીરા ઉપર સામૂહિક દુષ્કર્મની ઘટના બની છે જેમાં બગદાણામાં 3 નરાધમોએ સગીરા પર દુષ્કર્મ આચર્યુ હોવાની વાત સામે આવી છે.એકલતાનો લાભ લઈ 3 મહિના સુધી દુષ્કર્મ કર્યુ હોવાની વાત સામે આવી છે જેમાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે જયારે એક આરોપી ફરાર થયો છે.ત્યારે તેને શોધવા માટે પોલીસે એક ટીમ પણ બનાવી છે.
ચાઈલ્ડ વેલ્ફેર કમિટીની SPને રજૂઆત બાદ FIR
આ સમગ્ર ઘટનાને લઈ વાત કરવામા આવે તો પહેલા પોલીસ આ બાબતે ફરિયાદ પણ લેતી ન હતી અને ફરિયાદીને સાંભળતી પણ ન હોવાની વાત સામે આવી હતી જયારે પરિવાર દ્રારા આ સમગ્ર ઘટનાને લઈ ચાઈલ્ડ વેલ્ફેર કમિટીને રજૂઆત કરી હતી અને કમિટીએ પોલીસને રજૂઆત કરી ત્યારબાદ પોલીસે ફરિયાદ નોંધી હતી આ સમગ્ર ઘટનાને લઈ બગદાણા પોલીસે એક આરોપીની શોધખોળ અને બે આરોપીને જેલ હવાલે કર્યા છે.
પોલીસે ફરિયાદના આધારે 2 આરોપીને ઝડપ્યા
પોલીસે ફરિયાદ નોંધતાની સાથે જ બાતમીના આધારે આરોપી ભરત દુધરેજીયા અને ઘનશ્યામને જેલ હવાલે કર્યા છે,પોલીસે સગીરાના તમામ રીપોર્ટ અને ઘટના સ્થળનું પંચનામુ કરી બાળકીના માતા-પિતાના પણ નિવેદન લીધા છે,ત્યારે સગીરા આરોપીઓના સંપર્કમાં કઈ રીતે આવી તેને લઈ પોલીસે પણ સગીરાની પૂછપરછ હાથધરી છે.ત્યારે અન્ય એક આરોપી ઝડપાય ત્યારે વધુ ખુલાસા થવાની શકયતાઓ રહેલી છે.બગદાણા પંથકમાં અલગ-અલગ જગ્યાએ આરોપીઓએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ છે.
સગીરા રાજકોટ પંથકની છે
પોલીસની તપાસમાં સામે આવ્યું કે સગીરા રાજકોટ પંથકની છે.મહત્વની વાતતો એ છે કે,10 વર્ષીય સગીરાના પિતા નોકરીની શોધમાં હતા ત્યારે દેગવડા ગામના ભરત દુધરેજીયાએ નોકરીની લાલચ આપી સગીરા તેના પિતા અને દાદીને આશ્રય આપ્યો હતો અને સગીરાની એકલતાનો લાભ લઈ ભરત દુધરેજીયાએ અનેક વખત દુષ્કર્મ આચર્યા બાદ મોટા ખૂંટવડાનો કાનો લાલજી મેર અને ઘનશ્યામ નામના શખ્સને દુષ્કર્મ આચરાયું હતુ,