Gujrati Deported From USA : અમેરિકામાં ગેરકાયદે પહોંચેલા ગુજરાતના 37 લોકો વિરૃદ્ધ પોલીસ દ્વારા કાર્યવાહી ન કરવાનો મહત્વનો નિર્ણય રાજ્યના ગૃહવિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. જો કે ગુજરાતમાં કબુતરબાજીના કૌભાંડમાં સક્રિય એજન્ટોના નેટવર્કની માહિતી એકઠી કરવા માટે કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે તમામના નિવેદનો લેવામાં આવશે. જેના આધારે આગામી દિવસોમાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.
કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે માત્ર નિવેદનની પ્રક્રિયા પૂર્ણ કરીને ગૃહવિભાગને રિપોર્ટ મોકલવામાં આવશે.ગુજરાતમાંથી ગેરકાયદે અમેરિકા પહોંચેલા 37 ગુજરાતીઓને ડિપોર્ટ કરાવવાના મામલે રાજ્યના ગૃહવિભાગે કાયદાકીય કાર્યવાહી અનુસંધાનમાં મહત્વનો નિર્ણય લીધો છે.