બુધવારે સાંજે બન્ને શખ્સોને પેરોલ ફર્લો સ્ક્વોર્ડે ઝડપ્યા
વેચાણઅર્થે દારૂનો જથ્થો લાવેલા ફુલસર અને નેસવડના શખ્સો સામે ઘોઘારોડ પોલીસ મથકમાં ગુનો નોંધાયો
ભાવનગર: શહેરના રબ્બર ફેક્ટરી સર્કલ પાસે જવાહર મેદાનના ગેટ પાસેથી ફુલસર અને નેસવડના બે શખ્સોને ભારતીય બનાવટની વિદેશી દારૂની ૭૭ બોટલ સાથે પરોલ ફર્લો સ્ક્વોર્ડે ઝડપી લઈ ઘોઘારોડ પોલીસ મથકમાં ગુનો નોંધ્યો હતો.
બનાવ અંગે જાણવા મળતી વિગતો પ્રમાણે ગઈકાલે સાંજે ૭ કલાકના અરસામાં પેરોલ ફર્લો સ્ક્વોર્ડે તથા એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ભાવનગર શહેરના રબ્બર ફેક્ટરી સર્કલ પાસે જવાહર મેદાનના ગેટ પાસે બે શખ્સો શંકાસ્પદ હાલતે હાથમાં બે અલગ-અલગ પ્લાસ્ટીકના થેલા સાથે ઉભા હતા જેમની તપાસ કરતા બન્ને શખ્સો નૈમિષ ઉર્ફે રોકી ઉર્ફે શાહરૂખ મંગળભાઈ કારિયા (રહે. હાલ રહે.