Gujarat Election: ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે. ત્યારે રાજ્યની મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની સમાન્ય/ મધ્યસત્ર/ પેટા ચૂંટણીનું મતદાન 16 ફેબ્રુઆરીના દિવસે યોજાશે. એવામાં ચૂંટણીને લઈને તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા તડામાર તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે તમામ પ્રચારકોએ પોતાના સ્ટાર પ્રચારકની યાદી બનાવી ચૂંટણી પંચને સોંપી દીધી છે અને ચૂંટણી પંચે આ યાદીને મંજૂરી પણ આપી દીધી છે.