Vodafone Creates History: વોડાફોન દ્વારા હાલમાં જ એક નવી સિદ્ધિ પ્રાપ્ત કરવામાં આવી છે. તેમણે સામાન્ય સ્માર્ટફોન દ્વારા દુનિયાનો પહેલો સેટેલાઇટ વીડિયો કોલ કર્યો છે, અને તે વિપુલ સફળ થયો. કોઈ પણ નવી ડિવાઇઝનો ઉપયોગ કર્યા વગર 4G/5G સ્માર્ટફોન વડે આ વીડિયો કોલ કરવામાં આવ્યો હતો. આ સિદ્ધિ AST સ્પેસમોબાઇલ સાથેના સહયોગ દ્વારા મેળવી હતી. કનેક્ટિવિટી વધારવા અને વિશ્વભરમાં કનેક્ટ રહેવા માટે આ ખૂબ જ ઉત્તમ ટેક્નોલોજી છે. આ ટેક્નોલોજી દ્વારા ગામડાઓ અને પર્વતીય વિસ્તારોમાં પણ સારી કનેક્ટિવિટી મળશે.