‘તમે હોય એટલા આવી જાવ, આજે તો તમને જાનથી મારી નાંખવા છે’
મહુવા પોલીસ મથકમાં ૪ મહિલા સહિત ૧૧ સામે પાઈપ અને ધોકાથી માર મારી ઈજા પહોંચાડયાની ફરિયાદ નોંધાઈ
મહુવાના કુબેરબાગ પાછળ નુતનનગર વિસ્તારમાં રહેતા તકીરજા નુરઅલી વસાયાએ મહુવા પોલીસ મથકમાં મુસ્તુફા, રૂસ્તમ અકબર, ઈરફાન, રફીક, અકબર સૈયદ, આફતાબ, આફતાબના મિત્ર, નુરજહાબેન રફીકમીયા, મમતાજબેન ઈરફાનમીયા, નસીમબેન રૂસ્તામ મૈયા, રફીકમીયાની દિકરી ઈસરત વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, તેમના ભત્રીજાને ઉક્ત મુસ્તુફા અને રૂસ્તમ અકબર અપશબ્દો કહેતો હોય તેથી તેઓ તથા તેમના મોટા ભાઈ અલીભાઈ ઠપકો આપવા જતાં ઉશ્કેરાઈ જઈ ઝઘડો કરી તમે વારંવાર અમારા વિરૂદ્ધમાં પોલીસ ફરિયાદ કરો છો તેમ કહી તેમને તથા તેમના ભત્રીજા સાફીન અને તેમના મોટાભાઈને અપશબ્દો કહી ‘તમે હોય એટલા આવી જાવ, આજે તો તમને જાનથી મારી નાખવા છે’ તેમ કહી ઉક્ત લોકોએ લોખંડના પાઈપ, ધોકા તેમજ ઢીકાપાટુનો માર મારી તેમને તથા તેમના ભત્રીજા સાફિન અને તેમના મોટાભાઈ અલીભાઈને ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે મહુવા પોલીસે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.