Sunita Williams: ભારતીય મૂળની અમેરિકન અંતરિક્ષયાત્રી સુનીતા વિલિયમ્સે આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન (ISS) પર ગુરૂવારે સાંજે ભારતીય સમય અનુસાર, 6:30 મિનિટે સ્પેસવૉક શરૂ કર્યું. આ દરમિયાન તેમની સાથે અંતરિક્ષયાત્રી બુચ વિલ્મોર પણ સામેલ હતાં. આશરે 5.5 કલાક સુધી ચાલેલી સ્પેસવૉક દરમિયાન બંનેએ ISSના બહારના ભાગને સાફ કર્યો અને સૂક્ષ્મજીવ પ્રયોગ માટે નમૂના એકઠા કર્યાં. મળતી માહિતી મુજબ, આનાથી જાણ થશે કે, ISS પર સૂક્ષ્મજીવ જીવિત છે કે નહીં. આ સિવાય ISSથી તૂટેલાં એન્ટીના પણ અલગ કરવામાં આવ્યા.