DeepSeek And ChatGPT: DeepSeek ખૂબ જ જલ્દી પ્રચલિત થઈ રહ્યું છે. આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ થોડા સમય પહેલા જ લોન્ચ થયું હતું, પરંતુ એણે ChatGPTને પાછળ છોડી દીધું છે. AIની દુનિયામાં DeepSeek હવે પોતાનું સ્થાન ખૂબ જ ઝડપથી બનાવી રહી છે. આ સ્ટાર્ટ-અપને ચીનના લિઆંગ વેન્ફેન્ગ દ્વારા શરુ કરવામાં આવ્યું હતું. તેના ઇનોવેટિવ મોડલને લીધે તેને ખૂબ જ લોકપ્રિયતા મળી રહી છે. DeepSeek R1 મોડલને કારણે દુનિયામાં ખળભળાટ મચી ગયો છે.