Samsung Galaxy S25: સેમસંગ દ્વારા તેની ફ્લેગશિપ ગેલેક્સી S25 સીરિઝને લોન્ચ કરવામાં આવી છે. સેમસંગ દ્વારા આ માટે ગેલેક્સી અનપેક્ડ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. સેમસંગ દ્વારા ત્રણ મોડલ લોન્ચ કરવામાં આવ્યાં છે. એમાં ગેલેક્સી S25, ગેલેક્સી S25+ અને હાઇ-એન્ડ મોડલ S25 અલ્ટ્રા લોન્ચ કરવામાં આવી છે. આ સીરિઝમાં ડાયનામિક AMOLED 2X ડિસ્પ્લેનો સમાવેશ કરવામાં આવ્યો છે. એમાં ગેલેક્સી માટે સ્પેશિયલ સ્નેપડ્રેગન 8 ઇલાઇટ ચીપસેટનો સમાવેશ કરવામાં આવ્યો છે.