Recycle Plastic into Soap: પ્લાસ્ટિકનો ફરી ઉપયોગ કરીને ઘણી વસ્તુ બનાવવામાં આવે છે. ઘણાં લોકોએ વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની કોશિશ કરી છે. જોકે અમેરિકાના વર્જિનિયાના એક રિસર્ચર દ્વારા પ્લાસ્ટિકમાંથી સાબુ બનાવવામાં આવ્યો છે. દુનિયાભરમાં પ્લાસ્ટિકનું પ્રદૂષણ ખૂબ જ વધી રહ્યું છે ત્યારે આ શોધથી ઘણું પરિવર્તન લાવી શકાય છે. વર્જિનિયા પોલિટેક્નિક ઇન્સ્ટીટ્યૂટ ઍન્ડ સ્ટેટ યુનિવર્સિટીના ગ્રેગ લિયુ દ્વારા એક પદ્ધતિ શોધવામાં આવી છે. આ પદ્ધતિનો ઉપયોગ કરીને પ્લાસ્ટિકને સાબુમાં રૂપાંતર કરી શકાય છે.