ગ્રાહક, બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયના રાજ્યકક્ષાના કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણીયાએ આજે શિહોર રેલ્વે જંક્શન અને સોનગઢ રેલ્વે સ્ટેશનની મુલાકાત લીધી હતી અને જન સુખાકારી માટે જન સુવિધાઓમાં વધારો કરવા, રેલ્વે સ્ટેશનને બ્યુટીફીકેશન કરવા અને લોકોને પડતી હાલાકીને ત્વરિત નિર્ણય કરી ઉકેલ કરવા વિભાગને દિશા નિર્દેશ અને જરૂરી સુચનો કર્યાં હતા. આ મુલાકાત દરમિયાન ડી.આર.એમ. રવિશકુમારજી, પી. એસ. જાગૃતિબેન શિંગળા, આઈ.આર.ટી.એસ. માશૂકભાઈ અહેમદ અને રેલ્વે અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
નિમુબેન બાંભણીયાએ પશ્ચિમ રેલ્વે ભાવનગર ડિવિઝનના અધિકારીઓ સાથે બેઠક યોજી
ગ્રાહક, બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયના રાજ્યકક્ષાના કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણીયાએ આજ રોજ પશ્ચિમ રેલ્વે ભાવનગર ડિવિઝનના અધિકારીઓ સાથે ડી.આર.એમ. ઓફિસ ખાતે બેઠક કરી હતી. મુખ્યત્વે હાલ સુધી ક્યાં કામો પૂર્ણ થયાં છે, ક્યાં કામો પ્રગતિ પર છે અને ભવિષ્યમાં ક્યાં કામોનું આયોજન છે તે મુદ્દાઓ અંગે માહિતી મેળવીને જરૂરી સૂચનો કર્યા હતા. ભાવનગર-સુરત રેલ કનેક્ટીવીટી, વંદે ભારત સુપર ફાસ્ટ એક્સપ્રેસ તેમજ વિવિધ સ્ટેશનો પર સ્ટોપેજ બાબતે ચર્ચા કરી જરૂરી સુચનો કર્યા હતા.
રેલવેના અધિકારીઓ રહ્યા હાજર
આ બેઠકમાં ભાવનગર મહાનગરપાલિકાના મેયર ભરત બારડ, ડી.આર.એમ. રવિશકુમારજી, એ.ડી.આર.એમ. હિમાંશુ શર્માજી, આઈ.આર.ટી.એસ. માશૂકભાઈ અહેમદ, પી. એસ. જાગૃતિબેન શિંગળા તેમજ વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.