Gujarat Budget Session: ગુજરાત વિધાનસભાનું બજેટસત્ર આગામી મહિનામાં યોજાશે. જે 19મી ફેબ્રુઆરીથી શરૂ થશે અને 28મી માર્ચ સુધી ચાલશે. સુત્રોની માહિતી પ્રમાણે નાણામંત્રી કનુભાઈ દેસાઈ 20મી ફેબુઆરીએ વર્ષ 2025-26નું બજેટ રજૂ કરે તેવી શક્યતા છે. આ સત્રમાં જંત્રીના દરમાં રાહત મળી તેવી સંભાવના છે. તો આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ આવતી હોવાથી સરકાર કેટલાક પ્રજાલક્ષી નિર્ણયો પણ લઈ શકે છે. સાથે જ લોકોને કેટલીક રાહતો પણ આપી શકે છે.