ભાવનગરમાં સીદસર શામપરા તળાવ નજીક આવેલી ઓઈલ મિલમાં ભીષણ આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. સીદસર શામપરા તળાવ નજીક કપાસિયા ઓઈલ મિલમાં આગ લાગતા અફડાતફડી મચી જવા પામી હતી. ફાયર ટીમે ભારે જહેમતે આગ પર કાબૂ મેળ્યો છે.
ભાવનગર શહેર નજીક આવેલા સીદસર શામપરા તળાવ નજીક ઓઇલ મિલમાં ભીષણ આગ લાગી હતી. ગતમોડી રાત્રે ઓઇલ મિલમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી. સમગ્ર ઘટનાને પગલે કપાસિયા ઓઇલ મિલમાં આગ લાગતા ફાયર ટીમને જાણ કરાઈ હતી.બનાવને લઈ ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો.
ફાયર વિભાગની ટીમે ભારે જહેમતે આગ પર કાબૂ મેળ્યો હતો. ઓઈલ મિલમાં આગની ઘટનામાં કેવી રીતે બની અને આગમાં કેટલું નુકશાન થયું તે હાલ જાણવા મળ્યું નથી. સદનસીબે આગની ઘટનામાં કોઈપણ જાનહાની સર્જાઈ નથી. હાલ ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો છે.