રાણપુરમાં માંજો પીવડાવવામાં કાચનો ઉપયોગ કરનારા સામે ગુનો નોંધાયો
ભાવનગરના ભરતનગર, બોરતળાવ અને વલ્લભીપુર પોલીસ મથકમાં જ્યારે બોટાદ તથા રાણપુર પોલીસ મથકમાં ગુનો નોંધાયો
ભાવનગર: ઉત્તરાયણ પર્વ દરમિયાન પ્રતિબંધિત ચાઈનિઝ દોરી અને તુક્કલ વેચાનારા શખ્સો સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. જેમાં ભાવનગર અને બોટાદ જિલ્લામાં પ્રતિબંધિત ચાઈનિઝ દોરી અને તુક્કલ વેચવાના ૯ બનાવોમાં પોલીસે કુલ ૧૦ શખ્સો સામે ગુના નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
શહેરની ફાતિમા કોન્વેન્ટ સ્કૂલ પાસે જાહેરમાં ચાઇનીઝ દોરી અને તુક્કલનું વેચાણ કરતા ટેમાભ જયવંતસિંહ ગોહિલ અને સુનીલ ખોડાભાઈ ચુડાસમાને ચાઈનિઝ દોરીની રીલ અને તુક્કલ સાથે, જ્યારે ગાયત્રીનગર શિવજી સર્કલ પાસે ચાઇનીઝ દોરીના રીલ અને તુક્કલનું વેચાણ કરતા શૈલેષ વનભાઈ સોલંકીને ભરતનગર પોલીસે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.