શિયાળાની સિઝનમાં પ્રથમ વખત ઠંડીનો પારો 12 ડિગ્રીની નીચે સરક્યો
રાત્રે હાજા ગગડાવતી ઠંડીએ લોકોને બાનમાં લીધા, રસ્તાઓ ઉપર ઠંડીનું કરફ્યું
ભાવનગર: ભાવનગરમાં રાત્રે કાતિલ ઠંડીનું મોજુ ફરી વળતા સિઝનનું રેકોર્ડબ્રેક નીચું તાપમાન નોંધાયું હતું. સિઝનમાં પ્રથમ ઠંડીનો પારો ૧૨ ડિગ્રીની નીચે પહોંચી જતાં ભાવેણું ઠંડીમાં ઠુંઠવાયું હતું. ઠંડીના વધેલા પ્રકોપ વચ્ચે છેલ્લા પાંચ દિવસમાં લઘુતમ ઉષ્ણતામાન ૪.૩ ડિ.