સુરતના સરથાણામાં ડબલ મર્ડર કેસમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે,આરોપીને હોસ્પિટલમાંથી રજા આપી એવી પોલીસે ધરપકડ કરી હતી,સ્મિતે ચપ્પુના ઘા ઝીંકી પત્ની અને પુત્રની હત્યા કરી હતી તો સ્મિતે માતા-પિતા ઉપર પણ કર્યો હતો હુમલો પછી સ્મિતે પણ આપઘાતનો પણ પ્રયાસ કર્યો હતો.પોલીસે આરોપી સ્મિતને સાથે રાખી રિ-કન્સ્ટ્રક્શન કર્યુ હતુ.
આરોપી મગરના આંસુ સારતો નજરે આવ્યો હતો
પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ અગાઉ પણ આપઘાતનો પ્રયાસ કર્યો છે અને આરોપીની માનસિકતા પહેલેથી જ ખરાબ છે.સરથાણા પોલીસે ત્રણ દિવસના રિમાન્ડ માંગ્યા હતા પરંતુ કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હોવાની વાત છે.
સરથાણા વિસ્તારના સૂર્યા ટાવરનો બનાવ હતો
સરથાણા વિસ્તારમાં આવેલ સૂર્યા ટાવરમાં આ બનાવ બનતાની સાથે જ આસપાસના લોકોએ પોલીસને જાણ કરી હતી તો પોલીસે પણ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથધરી છે અને પરિવારના અન્ય સભ્યોની પૂછપરછ કરી છે,મૃતકોના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે,અને આરોપી અને તેના માતા-પિતાના પણ નિવેદન નોંધવામાં આવ્યા છે,આરોપી હથિયાર કયાંથી લાવ્યો તે દિશામાં પોલીસે તપાસ હાથધરી છે.પોલીસ નિવેદન નોંધતી વેળાએ તે ઘ્રુસકે ઘ્રુસકે રડી પડ્યો હતો અને પરિવારમાં જુદા જુદા કારણોથી એકબીજા સાથે થઇ રહેલા રોજના ઝઘડાથી કંટાળીને સ્મિતે પરિવારને જ ખત્મ કરી આપઘાત કરવાનું નક્કી કર્યું હતું. હોસ્પિટલમાં સારવાર લઇ રહેલો સ્મિત સ્વસ્થ થતા 11 દિવસ બાદ ગતરોજ હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ કરવામાં આવ્યો હતો.
પરિવાર અમરેલીના સાવરકુંડલાનો રહેવાસી છે
પરિવાર મૂળ અમરેલીના સાવરકુંડલાનો રહેવાસી છે અને સુરતમાં નોકરી-ધંધાને લઈ વસવાટ કરતો હતો અચાનક આવી ઘટના બનતાની સાથે પોલીસ પણ મૂળ કારણ સુધી પહોંચી હતી,ત્યારે પોલીસ આરોપીની ધરપકડ કરી અને થોડો સ્વસ્થય થયો ત્યારે ઘટનાનું સાચુ કારણ સામે આવ્યુ છે. સમગ્ર ઘટનાને લઇને પોલીસ દ્વારા ઊંડાણ પૂર્વક તપાસ ચાલી રહી છે. સરથાણા પોલીસ મથકના પીઆઈ મિનાબા ઝાલાએ જણાવ્યું હતું કે, ગત 27 ડીસેમ્બરના રોજ સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સુર્યા બિલ્ડીંગની અંદર એક બનાવ બન્યો હતો. જેમાં આરોપીએ તેની પત્ની અને એના 4 વર્ષના બાળકને ગળાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી મોત નીપજાવ્યું હતું.