33 C
Surat
Reg. License No. 20/22
સોમવાર, ફેબ્રુવારી 24, 2025
33 C
Surat
સોમવાર, ફેબ્રુવારી 24, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeટેકનોલોજીWhatsApp સેફ્ટી ફીચર્સ: તેનાથી બચવા માટે આ ફીચરને તરત જ ઓન કરો

WhatsApp સેફ્ટી ફીચર્સ: તેનાથી બચવા માટે આ ફીચરને તરત જ ઓન કરો


WhatsApp સેફ્ટી ફીચર્સ: તેનાથી બચવા માટે આ ફીચરને તરત જ ઓન કરો

ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપ સમગ્ર વિશ્વમાં ખૂબ જ લોકપ્રિય છે. દરરોજ કરોડો યુઝર્સ એપ પર એક્ટિવ હોય છે. આ જ કારણ છે કે હેકર્સ અથવા આપણે કહીએ કે સ્કેમર્સ હવે લોકોને છેતરવા માટે વોટ્સએપનો સહારો લેવા લાગ્યા છે વોટ્સએપ દરેક લોકો રોજિંદા જીવનમાં યુઝ કરતા હોય છે. પરંતુ ઘણા ફીચર એવા પણ છે જે દરેકને ખબર નહીં હોય. આજે જણાવીએ એક એવા ફીચર્સને જે એમાંનું એક છે વોટ્સએપ કોલ. વોટ્સએપનો ઉપયોગ કરતી વખતે પ્રાઈવસી અને સેફ્ટી વિશે આપને ચિંતા સતાવતી હશે તમારે વોટ્સએપમાં ઉપલબ્ધ આ સેફ્ટી ફીચરને ઓન કરવું જોઈએ. આ ફીચર કોલ તમારા લોકેશનને ટ્રેક થવાથી તેને બચાવવામાં મદદગાર સાબિત થશે. તે કયું ફીચર છે એ તેને કઈ રીતે ઓન કરવું તેના વિશે જાણીએ.

વોટ્સએપ કોલ દ્વારા લોકેશન ટ્રેક કરી શકાશે!

તમે વોટ્સએપનો ઉપયોગ રોજિંદા જીવનમાં કરતા હશો પણ કદાચ આપને એ ખબર નહી હોયકે વોટ્સએપ કોલ્સ પણ ટ્રેક કરી શકાતા હોય છે કદાચ તમને આ વિશે વાસ્તવમાં જાણકારી નહીં હોય.

વોટ્સએપ કોલથી તમારું આઈડી એડ્રેસ ટ્રેક કરી શકાય છે, વોટ્સએપ તરફથી તેની સેફટી માટે એક વ્યવસ્થા ઉપલબ્ઘ કરવામાં આવી છે કે કોઈ પણ યૂઝરને જ્યારે કોઈ પણ કોલ આવે તે વખતે તેનું લોકેશનન ટ્રેસ ન કરી શકે. વોટ્સએપની આ વ્યવસ્થા યુઝર્સની સુરક્ષામાં વધારો કરી શકશે કદાચ ઘણા એવા યુઝર્સ પણ છે જેને આ છુપાયેલા વોટ્સએપના ફીચર વિશેની જાણકારી નહી હોય.

વોટ્સએપનું આ ફીચર્સ છે ઉપયોગી

દરેક વ્યકિત ઈચ્છે કે કોઈ હેકર કે સ્કેમર તમારું લોકેશન શોધી ન શકે અને WhatsApp કૉલ્સ હેક ન કરી જાય. આના માટે તમારે WhatsAppના સેટિંગમાં જવું પડશે ત્યારબાદ તેમાં Protect IP Address in Calls ફીચર હશે તેને ચાલુ કરવું પડશે આ ફીચરને ઓન કરવા માટે તેના કેટલાક સીધાસરળ સ્ટેપ્સ છે જોને ફોલો કરવા પડશે

WhatsApp કૉલ્સ માટે IP સરનામું: તે સેટિંગને કેવી રીતે ચાલુ કરવું

વોટ્સએપનું આ ફીચર્સ સેફ્ટી માટે ઉપયોગી છે જેને ઓન કરવું ખૂબ જ જરૂરી છે, તમારા IP સરનામાને સુરક્ષિત રાખવા માટે આ ફીચર્સ ઓન કરો જેથી તમારું WhatsApp સુરક્ષિત રાખી શકો.

.પરંતુ સવાલ એ છે કે સેટિંગ્સમાં આ ફીચર તમને ક્યાંથી મળશે? આ ફીચરને શોધવા માટે તમારે તમારા ફોનમાં વોટ્સએપ ઓપન કરવું પડશે, જયાં તમને જમણીલ બાજુ દેખાતા ત્રણ ડોટ્સ પર ક્લિક કરો.

વોટ્સએપ સેફ્ટી ફીચર્સ:

ત્રણ બિંદુઓ પર ટચ કર્યા પછી, સેટિંગ્સ પર ક્લિક કરો ત્યારબાદ એકવાર સેટિંગ્સ ખુલી જાય ત્યાં ગોપનીયતા વિકલ્પને ટેપ કરો પછી પ્રાઈવસી ઓપ્શનમાં તમને એડવાન્સ ઓપ્શનમાં આ ફીચર જોવા મળશે, આ ફીચરના નામની બાજુમાં એક બટન હશે જેને દબાવવાથી આ ફીચર તમારા વોટ્સએપ એકાઉન્ટ માટે ઓન થઈ જશે. આ ફીચર ઓન થયા પછી, તમારા બધા કોલસ વોટ્સએપ સર્વર દ્વારા જશે જેથી તમે હંમેશા વોટ્સએપનું આ ફીચર્સ માટે સુરક્ષિત રહેશો.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય