image : Social media
Surat Corporation : સુરત પાલિકા વિસ્તારમાં દોડતી ઈ-બસના કારણે ડીઝલની બચત તો થઈ રહી છે પરંતુ પાલિકા હવે ઈ-બસ માટે ઇન્ટરમીડીએટ ચાર્જિંગ સ્ટેશન પાલિકાનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવા જઈ રહી છે. સચીન રેલ્વે ઓવર બ્રિજ નીચે પાલિકા ઇન્ટરમીડીએટ ચાર્જિંગ સ્ટેશન બનાવવા જઈ રહી છે જેના કારણે પાલિકાને રોજના 300 ડેડ કિલોમીટર બચશે અને તેનાથી કારણે રોજના 16,500 અને વાર્ષિક 50 લાખથી વધુની આવક થશે.
સુરત પાલિકા દ્વારા શહેરમાં સામુહિક પરિવહન સેવામાં તબક્કાવાર ડીઝલ બસને બદલે ઈ-બસ ઉમેરી રહી છે અને વર્ષ 2025 ના અંતમાં તો તમામ ઈ-બસ દોડે તેવું આયોજન કરી રહી છે. સુરત પાલિકાના ઈ-બસ પર ભાર મૂકવાના કારણે પાલિકાને પર્યાવરણ સાથે સાથે ડીઝલની પણ બચત થઈ રહી છે. પાલિકાના કેટલાક રૂટ લાંબા છે અને તેમાં દોડતી ઈ-બસને ચાર્જિંગ સ્ટેશન માટે સ્ટેશન સુધી જતા રોજ સેંકડો ડેડ કિલોમીટરનો વધારો થાય છે અને તેના પૈસા પાલિકાએ ચૂકવવા પડે છે.