Surat BRTS Bus : સુરતના ઉધના વિસ્તારમાં બીઆરટીએસ બસ પર રિક્ષાચાલકો દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ આજે સ્મીમેર હોસ્પિટલ નજીકથી પસાર થતી બીઆરટીએસ બસ પર હુમલો થયો છે. મુસાફર ભરેલી બસમાં પથ્થરમારો થયો છે. એક સપ્તાહમાં બીજી વાર પાલિકાની બસ પર થયેલો હુમલો પાલિકા માટે ચિંતાનો વિષય બન્યો છે.
સુરત શહેરમાં દોડતી સીટી અને બીઆરટીએસ બસમાં બે લાખ જેટલા મુસાફરો કરે છે. પાલિકાની બસ સેવામાં અત્યાર સુધી બસ ડ્રાઈવર અને કંડકટરની દાદાગીરી જોવા મળતી હતી.