Sunder Pichai On 2025: Googleના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર Sundar Pichai દ્વારા કર્મચારીઓને કહી દેવામાં આવ્યું છે કે 2025 માટે તેઓ તૈયાર રહે. માર્કેટમાં ખૂબ જ હરીફાઈ છે, ખાસ કરીને સર્ચ એન્જિન માટે. Google Searchને લઈને એન્ટી ટ્રસ્ટ કેસ ચાલી રહ્યો છે જેમાં Googleને Chrome અને Androidને વેચી દેવું પડી શકે છે. આ સાથે જ Googleને ટક્કર આપવા માટે OpenAI અને Elon Muskનું X તૈયારી કરી રહ્યું છે. આ વિશે Sundar Pichaiએ કહ્યું છે કે ‘મને લાગે છે કે એક કંપની તરીકે આ ક્ષણની મહત્ત્વતા સમજીએ અને આપણે ખૂબ જ ઝડપથી આગળ વધીએ. આપણે ઘણું કામ કરવાનું છે અને આપણે જરા પણ સમય બરબાદ નથી કરવો.