23 C
Surat
Reg. License No. 20/22
બુધવાર, ફેબ્રુવારી 5, 2025
23 C
Surat
બુધવાર, ફેબ્રુવારી 5, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeધર્મ-જ્યોતિષShukra Gochar 2025: શુક્ર દેવ ચમકાવશે કિસ્મત, ધનના દાતાનો મીન રાશિમાં પ્રવેશ

Shukra Gochar 2025: શુક્ર દેવ ચમકાવશે કિસ્મત, ધનના દાતાનો મીન રાશિમાં પ્રવેશ


નવ ગ્રહોમાંથી ધન અને સમૃદ્ધિ આપનાર શુક્ર વર્ષ 2025ના પહેલા મહિનામાં પોતાની રાશિ બદલી દેશે, જેના કારણે 12 રાશિઓ પર અલગ-અલગ અસરો જોવા મળી શકે છે. અશુભ પ્રભાવના કારણે વ્યક્તિને દુ:ખ, સમસ્યાઓ, પ્રતિષ્ઠા હાનિ, નાણાકીય કટોકટી અને અન્ય નુકસાનનો સામનો કરવો પડી શકે છે. જ્યારે શુક્ર ગ્રહની કૃપા હોય તેવા વ્યક્તિને ક્યારેય સુખ-સુવિધાઓ અને લક્ઝરી સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી. સમાજમાં તેમનો અલગ દરજ્જો છે. તમામ પ્રકારની લક્ઝરી, બંગલો, કાર અને પ્રેમ સંબંધી બાબતોમાં માત્ર નફો જ છે.

2025માં શુક્ર કરશે રાશિ પરિવર્તન

દ્રિક પંચાંગ અનુસાર, ધન, ઐશ્વર્ય, પ્રેમ, આદર, આકર્ષણ વગેરે માટે જવાબદાર શુક્ર ગ્રહ 28 જાન્યુઆરી 2025ના રોજ પોતાની રાશિ બદલશે. સવારે 06:42 કલાકે શુક્ર મીન રાશિમાં પ્રવેશ કરશે. આવી સ્થિતિમાં 3 રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે. આવો જાણીએ કઈ કઈ છે તે ભાગ્યશાળી રાશિઓ?

મેષ રાશિ

શુક્રનું ગોચર તમારા માટે સુખની ચાવી લઇને આવશે. તમારા અટવાયેલા પૈસા પરત મળતા આર્થિક મુશ્કેલી ઓછી થશે. આર્થિક સમસ્યા હલ થતા મનનો ભાર હળવો થશે. કાર્યક્ષેત્રમાં ખુબ જ પ્રસન્નતા મળશે. તમારા કામની સફળતાની ચર્ચા થશે. મુશ્કેલ પરિસ્થિતિમાંથી રસ્તો કાઢી લેશો.

તુલા રાશિ

તુલા રાશિના જાતકોને શુક્ર ગોચરથી ફાયદો થશે. કાર્યક્ષેત્રમાં પ્રગત્તિ થશે. આત્મવિશ્વાસમાં વધારો થશે. સુખ-સુવિધામાં વધારો થશે. વેપારીઓને ફાયદો થશે.

કુંભ રાશિ

કુંભ રાશિના લોકોને શુક્રના ગોચરથી સારા પરિણામ મળી શકે છે. પરસ્પર મતભેદો દૂર થશે. સંબંધો પહેલા કરતા વધુ મજબૂત થશે અને સમાજમાં તમારું સન્માન વધશે. વિદેશ જવાની યોજના બની શકે છે. તમારા કામથી ખુશ રહેવાથી કાર્યસ્થળ પર પ્રમોશનની વાત થઈ શકે છે. વેપારમાં પ્રગતિની સંભાવના છે. આવક વધી શકે છે. ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે. પોતાની મિલકત ખરીદી શકો છો.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય