ભાવનગરમાં પ્રતિબધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા પ૬ આસામી ઝડપાયા
અંદાજીત ૪૧.૭પ૦ કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરીને કુલ રૂ. ૩૩,ર૦૦ નો દંડ વસૂલ્યો, ડસ્ટબીન નહીં રાખી ગંદકી ફેલાવતા ર૦ આસામી પાસેથી કુલ રૂ. ૮,૬૦૦ નો દંડ લેવાયો
ભાવનગર: પ્રતિબંધીત પ્લાસ્ટીકનો ઉપયોગ નહીં કરવા માટે ભાવનગર મહાપાલિકા દ્વારા વારંવાર સૂચના આપવામાં આવે છે અને પ્રતિબંધીત પ્લાસ્ટીક મામલે તપાસ કરી વેપારીઓ પાસેથી દંડ પણ લેવામાં આવે છે છતાં કેટલાક વેપારીઓ પ્રતિબંધીત પ્લાસ્ટીકનો ઉપયોગ કરી રહ્યા છે.