Microsoft on Google: માઇક્રોસોફ્ટના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સત્ય નડેલાએ હાલમાં જ એક પોડકાસ્ટમાં કહ્યું છે કે તેમની કંપનીની પ્રોડક્ટ વિન્ડોઝ દ્વારા તેમના કરતાં ગૂગલ વધુ કમાણી કરે છે. ગૂગલના એન્ટીટ્રસ્ટ કેસ દરમિયાન આ સ્ટેટમેન્ટ કેસમાં વધુ નુકસાન કરી શકે છે.
માઇક્રોસોફ્ટને શું તકલીફ પડી રહી છે?
સત્ય નડેલાએ માઇક્રોસોફ્ટને કેવી તકલીફ પડી રહી છે તેના વિશે પણ વાતો કરી હતી. તેમના કહેવા પ્રમાણે માઇક્રોસોફ્ટને સર્ચ એન્જિન અને બ્રાઉઝર બન્નેને કારણે ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે.